પ્રમુખ મુખ્ય ટ્રસ્ટીશ્રી નો સંદેશ
વ્હાલા જ્ઞાતિજનો,
શ્રી ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળ દ્વારા વર્ષ 2008માં મંડળની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી કે જેથી આપણે સૌ મંડળની પ્રવૃત્તિઓથી વાકેફ રહી અને પરસ્પર જોડાયેલા રહી શકીએ. મને આનંદ છે કે જ્યારે મંડળની આ વેબસાઈટ લૉંચ કરવામાં આવી હતી ત્યારે મંડળના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું સેવા આપી રહ્યો હતો.
મંડળની આ વેબસાઈટ ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી ઇનએક્ટિવ રહેવા પામી હતી, અને આપણે આ વેબસાઈટનો વિશેષ લાભ લઈ શક્યા નથી.
આજે મંડળના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પુનઃ સેવા આપી રહ્યો છું ત્યારે મંડળની આ વેબસાઈટને પુનઃ જીવિત કરી ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપ સૌ સાથે જોડાવાની જાહેરાત કરતાં હું રોમાંચિત છું!
આ પ્લેટફોર્મ ઇનોવેશન અને કનેક્ટિવિટી પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે. ચાલો, બદલાતા યુગ સાથે આપણે ડિજિટલ પ્રવાસનો સાથે મળીને પ્રારંભ કરીએ, અને એક સમુદાય તરીકે જોડાયેલા રહીએ.
આપણે સૌ હકારાત્મક અભિગમ સાથે સમાજના સર્વાંગી વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપીએ.
શ્રી મહેન્દ્રભાઇ આર. સોની
પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી