સુવર્ણ ચંદ્રક યોજના
ફેબ્રુવારી 9, 2024
શ્રી ગાંધીનગર શહેર સુવર્ણકાર મંડળ વર્ષ ૨૦૦૬-૦૭ થી અમલમાં મૂકાયેલ યોજના મુજબ ધો. ૧૦ માટે શ્રીમતી શારદાબેન મનુભાઇ સોની સુવર્ણ ચંદ્રક, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ) માટે શ્રી જનકભાઇ વજ્રલાલ પારેખ સુવર્ણચંદ્રક અને ધો. ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માટે શ્રીમતી તારાબેન ગણપતલાલ સોની સુવર્ણચંદ્રક એનાયત કરે છે. આ સુવર્ણ ચંદ્રકની યોગ્યતા માટે ૭૫ કે તેથી વધુ ટકા મેળવનાર કે જેમની માર્કશીટ મંડળને નિયત સમયમર્યાદામાં મળે તેના આધારે પહેલું સ્થાન પ્રાપ્ત કરવના તેજસ્વી વિદ્યાર્થીોને મંડળ દ્વારા દર વર્ષે યોજાતા સ્નેહસંમેલનમાં આપી સન્માનિત કરવામાં આવે છે.