સિલ્વર મેડલ યોજના
ફેબ્રુવારી 9, 2024
ધોરણ ૧ થી ૪ માટે શ્રી મહેશભાઇ વ્રજલાલ પારેખ સિલ્વર ચંદ્રક (બાહરિન-રાજકોટ), ધો. ૫ માટે શ્રીમતી દક્ષાબેન મહેન્દ્રભાઇ સોની સિલ્વર ચંદ્રક, ધો. ૬ માટે શ્રીમતી પ્રભાબેન રતિલાલ સોની સિલ્વર ચંદ્રક, ધો. ૭ માટે શ્રીમતી રેવાબેન કાળીદાસ સોની સિલ્વર ચંદ્રક, ધો. ૮ માટે શ્રીમતી સુશીલાબેન ઇન્દુભાઇ સોની સિલ્વર ચંદ્રક, ધો. ૯ માટે શ્રી ઇન્દુભાઇ ગુણવંતરાય સોની સિલ્વર ચંદ્રક અને ધો. ૧૧ માટે શ્રી પદ્માબેન કનુભાઇ સોની સિલ્વર ચંદ્રક એનાયત કરવામાં આવે છે. આ સિલ્વર ચંદ્રકની યોગ્યાતા માટે જેમની માર્કશીટ મંડળને નિયત સમય મર્યાદામાં મળે તેના આધારે પહેલું સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મંડળ દ્વારા દર વર્ષે યોજાતા સ્નેહ સંમેલનમાં આપી સન્માનિત કરવામાં આવે છે.